જૂનાગઢની વૈભવ ફાટક નજીક આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી
જૂનાગઢની વૈભવ ફાટક નજીક આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતા એક પરિવારનો જીવ બચ્યો છે, પરંતુ દિવાલ નજીક પાર્ક કરેલી કાર માલિકની ફોર વ્હીલને પુરું નુકસાન પહોંચ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ દિવાલનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આ દિવાલ પાસે કોઈપણ પ્રકારની સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા કે જેને કારણે અહીંથી અવરજવર કરનારા વ્યક્તિ સાવચેત રહી પોતાની જિંદગી બચાવી શકે ત્યારે જૂનાગઢમાં જાણે કે જર્જરીત ઈમારતો અને દીવાલો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત જ છે તેવું લાગી રહ્યું છે.
