નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા છે, તેઓ રાત્રીના સમયે જનરેટર અને ખેતીમાં વપરાતા કલ્ટીવેટર જેવા સાધનોની ચોરી કરતાં હતા. જોકે નવસારી ગ્રામ્ય પોલીસ જાણ થતાં ચોરી કરતી ટોળકીના શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં એક સગીર હોવાથી એને બાળ સુધાર ગૃહમાં મોકલાયો હતો, અને 6 શખ્સો સામે કાર્યવાહી કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખનો ટેમ્પો, 20 હજાર રૂપિયાના 3 મોબાઈલ ફોન મળી, જનરેટર અને બાઇક મળી કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓનાં નામ

૧) ચેતન ઉર્ફે કારીયો રાઠોડ,

૨) કાર્તિક રાઠોડ,

૩) રોહિત રાઠોડ,

૪) આકાશ ઉર્ફે ચપો રાઠોડ

૫) રાજેશ ઉર્ફે હિરેન આહીરને