ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે
ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ થયો છે. ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ, જીએનએફસી ટાઉનશિપ ખાતે બીજીથી ચોથી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાય રહી છે જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાની 515 એન્ટ્રી આવી છે.જી.એન.એફ.સી.દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવી છે.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એશો.ના પ્રમુખ પી.જી.દવે,ઉપપ્રમુખ પી.જે.અમ્રતીયા,મનીષ શ્રોફ,સેક્રેટરી બીરેન શાહ તેમજ જી.એન.એફ.સી.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
