ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત અને જયા-પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર, સુકોમેવો અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
આવતીકાલથી ગૌરી વ્રતનો તથા મોટી કન્યાઓ માટે જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. વ્રત દરમ્યાન પાંચ દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતા નથી. વહેલી સવારે ભગવાન શિવ-પાર્વતીની પૂજા, અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે. વાલિયા તાલુકાના ગુંદિયા ગામની વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને સમાજના સેવાભાવી બહેન દ્વારા સુકોમેવો, વેફર, ખજુર, કોપરા ના લાડુ, ચોકલેટ, મહેંદીના કોન, સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે વિધવા બહેનોને સાડી અને બાળકોને નાસ્તો, કપડાં, ચોકલેટ આપવામા આવ્યા હતા. સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ અને હંસાબેન પટેલ દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા સહિતના આગેવાનો તેમજ દાતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
