ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો  હતો.. 

અભિષેક શર્માએ 37 બોલમાં 100 રન બનાવ્યા છે. અભિષેક સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. તેણે 17 બોલમાં 50 રન કર્યા હતા. અભિષેકની T20Iમાં આ બીજી સદી છે. 

18મી ઓવરના છેલ્લા બોલ પર અભિષેક શર્મા કેચ આઉટ થયો. તેણે 54 બોલમાં 135 રન બનાવ્યા. આ ભારત તરફથી T20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. તેણે ઇનિંગમાં 7 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા. અભિષેકે 37 બોલમાં સદી ફટકારી