• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

  • પોલીસ દ્વારા આયોજન કરાયુ

  • વૃક્ષારોપાણનો યોજાયો કાર્યક્રમ

  • પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ કર્મીઓ જોડાયા હતા ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ડીવાયએસપી ડો. અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોમાં ફળદ્રુપ, ઔષધિય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે.