અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે કારમાં બેસી શરાબ પીતા રીલ બનાવનાર એક શખ્સને પોલીસે ઝડપ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. આરોપી અનિલ વસાવાએ નદી કિનારે કારમાં શરાબ પીતા પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
વિડીયોમાં તે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો પણ જોવા મળ્યો હતો. રીલ વાયરલ થતાં જ આ મામલો અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસના ધ્યાન પર આવ્યો.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સામે ગુનો નોંધ્યો અને તેને ઝડપી પાડ્યો. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, પરંતુ તેની આ હરકત તેને ભારે પડી છે.
