-
ભરૂચ જિલ્લામાં આવતીકાલે ચૂંટણી
-
4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયતની ચૂંટણી
-
જિલ્લા પંચાયતની ચૂંટણી
-
કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા
-
તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિવિધ કેન્દ્રો પરથી ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓને ઇવીએમ સહિતની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે.
ભરૂચની કે.જે.પોલીટેનિક કોલેજ ખાતેથી ભરૂચ નગરપાલિકા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર ડી.બી.દવેરા સહિતના અધિકારીઓએ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો અને સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર દવાઓ તેમજ ORSના પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે, જેથી ગરમીના પ્રભાવથી બચી શકાય.
આ ચૂંટણીમાં કુલ 336 બેઠકો માટે 956 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું ભાગ્ય 10.86 લાખ મતદારો નક્કી કરશે. જિલ્લામાં કુલ 1343 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જેમાંથી 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે કુલ 6663 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા મતદારોને નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
