• લોકશાહીનું મહાપર્વમાં નાગરિકોનો ઉત્સાહ

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

  • સીએમ ભૂપેન્દ્ર પટેલે મતાધિકારનો કર્યો ઉપયોગ

  • સીએમએ નાગરિકોને મતદાનની અપીલ કરી 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે,આ લોકશાહીના મહાપર્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકોને મતદાન કરવામાં માટે અપીલ કરી હતી.

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે.વહેલી સવારથી જ રાજ્યની નગરપાલિકાઓજિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ લોકશાહીના પર્વમાં સામાન્ય જનતાની સાથે સાથે દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સબ-ઝોનલ ઓફિસ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. અમિત શાહની સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી.

બીજી તરફરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિકાસની ગતિને ગામડા અને શહેર સુધી પહોંચાડવાનું માધ્યમ છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે 28 એપ્રિલે જ્યારે પરિણામ આવશે ત્યારે જનતા કોના પર કળશ ઢોળે છે.