ભરૂચના આમોદ તાલુકામાં પુરસા ગામે રાત્રીના સમયે ઘરના વાડામાં મહાકાય અજગર હોવાનું જોવા મળતા ઘર માલિકે આમોદ આમોદ વન વિભાગને જાણ કરી હતી. જેથી આમોદ વન વિભાગના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તથા હેમંત પરમારે રાતોરાત પુરસા ગામે પહોંચી કરશનભાઇ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું.મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવ્યા બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો.