• ભરૂચ અંકલેશ્વરમાં ઉજવણી

  • શનિ જયંતીની કરાય ઉજવણી

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચ અંકલેશ્વરમાં શનિ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભરૂચ શહેરમાં શનિ જયંતીની પર્વની ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ શનિદેવ મંદિરો ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ શનિદેવના દર્શન કરી તેલ અર્પણ, પૂજન-અર્ચન અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા હતા.મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ધાર્મિક સ્તોત્રો અને ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 
મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ અને વડીલો દર્શનાર્થે પહોંચ્યા હતા.ભક્તોએ પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી.શનિ જયંતિને લઇ મંદિરો ખાતે સ્વયંસેવકો દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા ધાર્મિક કાર્યક્રમોને લઇ શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો.
આ તરફ અંકલેશ્વરમાં પણ શનિજયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શનિદેવ જયંતિ નિમિતે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શનિ મહારાજના દર્શન કર્યા હતા.
બીજી તરફ અંકલેશ્વરના નૌગામા ગામના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શનિદેવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.શનિજયંતી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.ભક્તોએ શનિ મહારાજને કાળા તલ, તેલ અર્પણ કર્યા હતા.