• તાપી કિનારે 81 એકરમાં ફેલાયેલ સરથાણા નેચર પાર્ક

  • સરથાણા નેચર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

  • હિંસક વન્યજીવોને પાંજરા વિનામુક્ત જોવાનો રોમાંચ

  • ગત વર્ષે સાડા નવ લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા

  • મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની ઐતિહાસિક આવક 

કોંક્રિટના જંગલો વચ્ચે પ્રકૃતિ તરફ વળેલા સુરતીઓએ સરથાણા નેચર પાર્કને દક્ષિણ ગુજરાતનું ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે. તાપી કિનારે 81 એકરમાં ફેલાયેલા આ ઓપન ઝૂમાં ગત વર્ષે સાડા નવ લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયાજેનાથી સુરત મહાનગરપાલિકાને 2.57 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ છે. હિંસક વન્યજીવોને પાંજરા વિના મુક્ત જોવાનો રોમાંચદુર્લભ જળબિલાડીઓનું સફળ બ્રીડિંગ અને ઓનલાઈન ટિકિટિંગ સુવિધા આ અદ્ભુત સફળતાના મુખ્ય આધાર બન્યા છે. 

ગત વર્ષે 9.50 લાખથી વધુ પ્રવાસીઓના ધસારા સાથે સરથાણા નેચર પાર્કે લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. 54 પ્રજાતિના વન્યજીવો ધરાવતા આ પાર્કની ઘટાદાર વૃક્ષરાજી ભરઉનાળે પણ લોકોને કાળઝાળ ગરમીમાં અદ્ભુત ઠંડકનો અહેસાસ કરાવે છે. અહીં સિંહવાઘ અને દીપડા ઉપરાંત અત્યંત સુંદર સફેદ મોર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જોકેઆ ઓપન ઝૂમાં દીપડા અને પક્ષીઓ સિવાયના તમામ પ્રાણીઓ ખુલ્લાં એન્ક્લોઝરમાં મુક્તપણે ફરે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન્સ હેઠળ ચાલતા આ પાર્કમાં હિપ્પોપોટેમસ અને હરણ માટે ખાસ પ્રજનન કેન્દ્ર છે. અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી 27 જળબિલાડીઓનું સફળ સંવર્ધન કરાયું છેજ્યાં દર વર્ષે 5 થી 7 બચ્ચાંનો જન્મ થાય છે. અત્યાર સુધીમાં અહીંથી 17 જળબિલાડીઓ દેશના અન્ય ઝૂમાં મોકલવામાં આવી છેત્યારે સુરતને પ્રવાસન નકશા પર મોખરે લાવવા માટે આગામી સમયમાં વિદેશી વન્યજીવો લાવવાનું પણ આયોજન છે.