• ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી

  • પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય

  • પ્રમુખ તરીકે ડિમ્પલ રાજ

  • ઉપપ્રમુખ તરીકે અજિત વસાવા

  • કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવીણ પટેલ

ભરૂચ જિલ્લા પંચાયતમાં બીજી વખત ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કર્યા બાદ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી માટે ભાજપે મેન્ડેટ જારી કર્યા હતા. આજે શનિવારે જિલ્લા પંચયત સભાગૃહમાં નર્મદા કલેકટરની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના ડિમ્પલબેન રાજ જંગી બહુમતી સાથે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એવી જ રીતે અજિત વસાવા 26 મતે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 
સામે પક્ષે આપના ઉમેદવારોને માત્ર 5 – 5 મત મળ્યા હતા.જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવિણ પટેલ, પક્ષના નેતા તરીકે મગન પટેલ અને દંડક તરીકે મહેશ રાઠોડની વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યો, આગેવાનો, પદાધિકારીઓએ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.