ભરૂચના હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઈદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પી.આઈ. નયન વસાવા તથા પી.એસ.આઈ. પી.કે. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બકરી ઈદની ઉજવણી થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ તમામ સમાજના આગેવાનોને કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવા અપીલ કરી હતી. બેઠક અંતે સૌએ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.