સુરત શહેરના પુણા અને ઉમરવાડા વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 4 બોગસ ડોક્ટરોની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના પુણા અને ઉમરવાડા વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો પર પોલીસે લાલ આંખ કરી છે. ઝોન-1 એલસીબી અને પુણા પોલીસની ટીમે સંયુક્ત દરોડા પાડીને કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 4 ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.
પોલીસ દરોડા દરમિયાન સામે આવ્યું હતું કે પકડાયેલા ચારેય આરોપીઓ કોઈ તબીબી લાયકાત ધરાવતા નહોતા. તેઓ માત્ર 10 પાસ, 11 પાસ કે 12 પાસ થયેલા છે! કોઈપણ પ્રકારના લાયસન્સ કે આધાર વગર આ બોગસ ડોક્ટરો છેલ્લા 8, 10 અને 26 વર્ષથી ગેરકાયદેસર રીતે એલોપેથી તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. દરોડા દરમિયાન પુણા પોલીસે ક્લિનિકમાંથી રૂપિયા 4 લાખ 90 હજારની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને મેડિકલ સાધન-સામગ્રી જપ્ત કરી છે.આ ગેરકાયદેસર ક્લિનિકો પુણા-ઉમરવાડાના રાજીવનગર, આશાનગર અને આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ધમધમી રહ્યા હતા. ગરીબ અને શ્રમિક લોકોને શિકાર બનાવી તેઓ એલોપેથી દવાઓ આપતા હતા.
