ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની મેગા હરાજી પહેલા તમામ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. BCCIએ મંગળવારે 590 ક્રિકેટરોની યાદી જાહેર કરી છે. આ વખતે મેગા ઓક્શન છે 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ IPLમાં શ્રેયસ અય્યર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ જેવા દેશના ખેલાડીઓના નામ પણ હરાજીની યાદીમાં સામેલ છે. આ વખતે 590 ક્રિકેટર્સ પર બિડ થવા જઈ રહી છે જેમાંથી 228 કેપ્ડ પ્લેયર્સ છે જ્યારે 355 અનકેપ્ડ પ્લેયર્સ છે આ સિવાય 7 ખેલાડીઓ પણ એસોસિયેટ નેશનના છે.

જો વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો આ વખતે ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, કાગીસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડી કોક, જોની બેરસ્ટો, જેસન હોલ્ડર, ડ્વેન બ્રાવો, શાકિબ અલ હસન, વાનિંદુ હસરાંગા સહિત અન્ય ખેલાડીઓના નામ છે. સમાવેશ થાય છે.