Connect Gujarat
વુમન પ્રીમિયર લીગ

WPL 2023 : 20 વર્ષની કનિકા આહુજા કોણ છે? તોફાની ઇનિંગ્સ રમીને RCBની પ્લેઓફની આશા જીવંત રાખી..!

RCB આખરે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતનું ખાતું ખોલ્યું. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCBએ WPL 2023ની 13મી મેચમાં UP વોરિયર્સને 12 બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું.

WPL 2023 : 20 વર્ષની કનિકા આહુજા કોણ છે? તોફાની ઇનિંગ્સ રમીને RCBની પ્લેઓફની આશા જીવંત રાખી..!
X

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આખરે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતનું ખાતું ખોલ્યું. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCBએ WPL 2023ની 13મી મેચમાં UP વોરિયર્સને 12 બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું.

ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં યુપી વોરિયર્સે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ સમગ્ર ટીમ 19.3 ઓવરમાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં આરસીબીએ 18 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ચાલુ ટુર્નામેન્ટમાં સતત પાંચ હારનો સામનો કર્યા બાદ આરસીબીએ પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો હતો. આ સાથે RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત છે. 20 વર્ષની કનિકા આહુજાએ આરસીબીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

યુવા મહિલા બેટ્સમેને માત્ર 30 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કનિકાએ મેચમાં હિથર નાઈટ અને રિચા ઘોષ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

તમને જણાવી દઈએ કે આરસીબીને શાનદાર જીત અપાવ્યા બાદ દરેક જણ કનિકા આહુજા વિશે જાણવા માંગે છે. 20 વર્ષીય ખેલાડીએ તેના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત કર્યા છે. ચાલો તમને જણાવીએ કે RCBની નવી સેન્સેશન કનિકા આહુજા કોણ છે અને તેણે કેવી રીતે ક્રિકેટ રમવાની શરૂઆત કરી.

બધાને જાણીને નવાઈ લાગશે કે કનિકા હંમેશા ક્રિકેટર બનવા માંગતી ન હતી. પંજાબના પટિયાલામાં 7 ઓગસ્ટ 2022ના રોજ જન્મેલી કનિકા આહુજાનો પહેલો પ્રેમ સ્કેટિંગ રહ્યો છે. તેણીએ સ્કેટિંગમાં રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ત્યારબાદ કનિકાને સ્કૂલના કોચે ક્રિકેટ રમવા પર ધ્યાન આપવાનું કહ્યું. અહીંથી કનિકાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને ક્રિકેટમાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું.

Next Story