ઉત્તરાખંડના પિથોરાગઢથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આદિ કૈલાશ દર્શન કરી પરત ફરતી વખતી અહીં એક ટેક્સીને ધારચુલાના લખનપુર વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. વિગતો મુજબ આ ટેક્સી કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ તરફ ટેક્સીમાં ડ્રાઈવર સહિત 6 લોકો સવાર હતા અને તે બધાના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને SDERFની ટીમે મોડી રાત સુધી તમામ મુસાફરોની શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. એસડીઆરએફની ટીમે બુધવારે સવારથી બચાવ કાર્ય ફરી શરૂ કરી દીધું છે. પિથોરાગઢના ધારચુલાના લખનપુર વિસ્તારના પાંગલામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં આદિ કૈલાશ દર્શનથી પરત ફરી રહેલી ટેક્સી ઉંડી ખાઈમાં પડી હતી. પિથોરાગઢના પોલીસ અધિક્ષક લોકેશ્વર સિંહે જણાવ્યું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે શ્રદ્ધાળુઓ આદિ કૈલાશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મંગળવારે રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમણે કહ્યું કે, અંધકાર અને પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે રાત્રે મૃતદેહોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ શક્યું નથી. બુધવારે સવારથી સર્ચની કામગીરી શરૂ કરવામાં આવશે.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં સર્જાયો ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓની કાર ખીણમાં ખાબકતાં ડ્રાઇવર સહિત 6ના મોત…
વાત જાણે એમ છે કે, આદિ કૈલાશ દર્શન કરી પરત ફરતી વખતી અહીં એક ટેક્સીને ધારચુલાના લખનપુર વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો.
