Connect Gujarat
ગુજરાત

23મેના પરિણામ જાહેર થતા વડાપ્રધાન મોદીની આગળ માજી શબ્દ લાગશે : અહેમદ પટેલ

23મેના પરિણામ જાહેર થતા વડાપ્રધાન મોદીની આગળ માજી શબ્દ લાગશે : અહેમદ પટેલ
X

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પ્રસાર માટે હવે બસ ગણતરીની કલાકો જ બાકી બચી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પક્ષના ખજાનચી અહેમદ પટેલ રાજકોટ આવી પહોચ્યા હતા. આ તકે તેઓએ એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો સાથેજ જણાવ્યુ હતુ કે ભાજપ એકલા હાથે દેશમા 200 સીટ પર વિજય નહી મેળવી શકે

અહેમદ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગળ માજી શબ્દ લાગશે. જે બાદ તેઓ માજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરીકે ઓળખાશે. આમ, આડકતરી રીતે અહેમદ પટેલે દેશમા કોંગ્રેસ પક્ષની સરકાર બનશે તેવો સંકેત આપ્યો હતો.

સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામા આવે તો કુલ મળીને 8 બેઠકો થાય છે. જેમા ભાવનગર, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આમ કુલ 8 બેઠકો પૈકી 5 પર ભાજપની હાલ પકડ મુબુત વર્તાય રહી છે. જ્યારે કે 3 સીટ પર કોંગ્રેસની પકડ મજબુત વર્તાય રહી છે. ત્યારે અહેમદ પટેલે સૌરાષ્ટ્રની 4 થી 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થશે તેવુ જણાવ્યું હતું.

મધ્યપ્રદેના ભોપાલ સીટ પરથી ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાએ મુંબઈ એટીએસના જાંબાઝ શહિદ અધિકારી હેમંત કરકરે પર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે તેઓ દેશદ્રોહી અને રાષ્ટ્રવિરોધી છે. જે બાદ સાધ્વીએ પોતાના નિવેદનને ફેરવી તોળ્યુ હતુ. ત્યારે આ અંગે અહેમદ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભાજપ એક તરફથી શહિદ જવાનોની વાત કરે છે તેમના સ્નમાનની વાત કરે છે. તો બિજી તરફ શહિદોનુ અપમાન કરનારને ટિકીટ આપે છે. આમ, ભાજપ ડબલ સ્ટાન્ડર્ડ ધરાવે છે.

અહેમદ પટેલે જણાવ્યુ હતુ કે દેશમા સૌ કોઈ દુખી છે. ભાજપ સરકાર પોતાના 5 વર્ષના કરેલા કામનો હિસાબ આપવાના બદલે કોંગ્રેસ પાસેથી હિસાબ માંગે છે. આજે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નિષ્ફળ જતા દેશના ખેડૂતો દુખી છે. ઉજ્જવલા યોજના નામે ફ્રિ માં ગેસ સિલિન્ડર આપી ગેસ સિલિન્ડરના ભાવમા ઘરખમ વધારો કરી દેતા મહિલાઓ દુખી છે. તો સાથો સાથ રોજગાર ન મળતા એજયુકેટેડ વિદ્યાર્થીઓ પણ દુખી છે. તો સાથે જ જીએસટીના મારથી દેશના વેપારીઓ પણ દુખી છે. તો સાથે જ આ તમામ બાબતોની વચ્ચે દેશનો મધ્યમવર્ગી ત્રાહિમામ પોકારી ચુક્યો છે.

અહેમદ પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન કહે છે કે કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે ઈલુ ઈલુ છે. ત્યારે હુ તેમને કહેવા માંગુ છુ કે દેશ માટે બલિદાન દેશ માટે પોતાનુ જીવન કોંગ્રેસના નેતાઓ એ ખર્ચ્યુ છે. કોંગ્રેસ પક્ષ ક્યારેય પણ દેશના સૈન્યનુ મનોબળ તુટે તેવા પ્રયાસો નથી કરી રહી. કોંગ્રેસ પક્ષ દેશના સૈન્યની સાથે અડીખમ છે.

Next Story