Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : એક જ દિવસમાં નોંધાયા 50 કોરોના પોઝિટિવ કેસ, વહીવટી તંત્ર થયું દોડતું

અમદાવાદ : એક જ દિવસમાં નોંધાયા 50 કોરોના પોઝિટિવ કેસ, વહીવટી તંત્ર થયું દોડતું
X

રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આજે એક જ દિવસમાં કોરોનાના 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગઈ રોજ રાતથી આજે સવાર સુધીમાં કોરોનાના 50 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 48 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે કોરોનાના કુલ 55 જેટલા નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 50 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

જ્યારે સુરતમાં 2 કેસ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં 1-1 કેસ નોંધાયો છે. એક જ દિવસમાં આટલા કેસો અમદાવાદીઓ માટે લાલબત્તી સમાન છે, ત્યારે હવે લોકોએ જાગૃત થવાની તાતી જરૂરિયાત છે. લોકડાઉનનો ચુસ્ત અમલ કરી ઘરમાં સુરક્ષિત રહેવા વહીવટી તંત્રે અપીલ કરી છે.

ગુજરાતમાં કુલ 241 પોઝિટિવ કેસ, 17ના મોત

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ1330608
સુરત250405
વડોદરા180206
ભાવનગર180201
ગાંધીનગર130002
રાજકોટ110004
પાટણ050100
પોરબંદર030000
ગીર-સોમનાથ020000
કચ્છ020000
મહેસાણા020000
છોટાઉદેપુર020000
આણંદ020000
મોરબી010000
પંચમહાલ010100
જામનગર010100
સાબરકાંઠા010000
દાહોદ010000
કુલ આંકડો2411726

Next Story