અમદાવાદ: સાબરમતીમાં મોતની છલાંગ લગાવવામહિલા પહોચી અને થઈ પોલીસની એન્ટ્રી,પછી શું થયું જુઓ

અમદાવાદમાં આયેશા કેસનું પુનરાવર્તન થતાં સોમવારે અમદાવાદ પોલીસના એક અધિકારીએ અટકાવ્યું છે. સોમવારની બપોરે સુભાષબ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવતા સમયે ફરઝાનબાનુને બચાવી લેવાયા છે આ કાર્ય અમદાવાદ પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કર્યું છે.
અમદાવાદ એસઓજી-ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.સી.સોલંકી અને સ્ટાફ સરકારી કામ અર્થે ગાંધીનગર જઈ રહયા હતા એ સમય દરમિયાન એક મહિલા સાબરમતી નદીમાં ઝંપલાવવા પ્રયાસ કરી રહી હતી એ જ સમયે ACP બી.સી.
સોલંકી સહીતના સ્ટાફની નજર કૂદકો મારવા જતી મહિલા પર પડી હતી અને મહિલાને તેઓ દ્વારા બચાવી લેવામાં આવી હતી.એસીપી બી.સી. સોલંકીએ પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાસુના ત્રાસથી પરિણીતાએ જિંદગી ટૂંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એસીપી સોલંકીએ પરિણીતાને મહિલા પોલીસને સોંપી છે અને મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.વધુ એક મહિલા આયેશાની જેમ જિંદગી ટૂંકાવે તે પહેલા પોલીસના પ્રયાસથી તેની જિંદગી બચાવી લેવામાં આવી છે