Connect Gujarat
Featured

અમદાવાદ : ભારતની એકમાત્ર એક્વેટિક-રોબોટિક ગેલેરીનું સાયન્સ સિટી ખાતે કરાશે નિર્માણ, મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

અમદાવાદ : ભારતની એકમાત્ર એક્વેટિક-રોબોટિક ગેલેરીનું સાયન્સ સિટી ખાતે કરાશે નિર્માણ, મુખ્યમંત્રીએ લીધી મુલાકાત
X

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં આવેલ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેઓએ સાયન્સ સિટીમાં વિકાસ પામી રહેલી ભારતની એકમાત્ર એક્વેટિક અને રોબોટિક ગેલેરીની પણ મુલાકાત લીધી હતી, ત્યારે મુલાકાત દરમિયાન કેફે રોબો પ્લેટમાં ફૂડ લઈને તેમને આપવા માટે આવી રહ્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદ શહેરના સાયન્સ સીટી ખાતે 11,000 ચોરસ મીટરથી વધુ મોટી ભારતની સર્વપ્રથમ એક્વેટિક ગેલેરી બની રહી છે. જ્યાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનો વિદ્યાર્થીઓ પણ આગામી સમયમાં ઉપયોગ કરી શકશે. આ બન્ને ગેલેરીઓ વર્ષ 2021ના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે. કાર્યક્રમ દરમ્યાન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ હરિત શુક્લા તેમજ સાયન્સ સિટી સાથે જોડાયેલા લોકોએ ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. આ ગેલેરીમાં માછલીઓ માટે 72 ટેન્ક રાખવામાં આવશે. જેમાં 182 પ્રજાતિઓની 11,250 માછલીઓ રાખવામાં આવશે.

11,000 ચો.મી.થી વધુ બાંધકામમાં અંડર વૉટર વૉક-વે ટનલ, ઓસીનેરિયમ, દ્રશ્ય ગેલેરી, એડવાન્સ્ડ લાઇફ-સપોર્ટ સિસ્ટમ્સ, ટચ-પુલ તેમજ ઇન્ટિરિયર થીમ સાથે આ ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે. તો સાથે જ 7,500 ચોરસ મીટર વિસ્તારમાં રોબો ગેલેરી પણ બનાવવામાં આવશે. જોકે દેશમાં આ સર્વપ્રથમ ગેલેરી હશે જેમાં સેવા આપતા રોબોટ્સ, રસ્તો બતાવતા રોબોટ્સ, સ્વ-ડ્રાઇવિંગ કાર ટ્રેક, રોબો વર્કશોપ, રોબો આધારિત રમતો અને ડીઆરડીઓનો પણ સમાવેશ થાય છે.

Next Story