અમદાવાદ : AMCએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફટકાર્યો 1,000 રૂપિયાનો દંડ

New Update
અમદાવાદ : AMCએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફટકાર્યો 1,000 રૂપિયાનો દંડ

અમદાવાદમાં લોકો જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે અને તેની મોટી બુમરાણ ઊઠી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ શહેરમાં 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ રાખવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે ખુદ પાલિકાના જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નીતિન સાંગવાનને માસ્ક ન પહેરવા બદલ 1,0000 રૂપિયાનોદંડ ફટકારવામાં આવ્યો છે.

હકીકતમાં વિગત એવી છે કે અદમદાવાદ સ્માર્ટ સીટીના સીઈઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નીતિન સાંગવાન નવરંગપુરામાં એક સાયકલ રેલીને લીલી ઝંડી દેખાડવા માટે ગયા હતા. આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિતિ હતા. જોકે, સાંગવાને આ કાર્યક્રમમાં માસ્ક નહોતું પહેર્યુ જેના કારણે તેમના પર કાર્યવાહી થઈ છે

સાંગવાને ઘટનાની જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી કે આજે સવારે હું આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને અજાણતા જ મારાથી માસ્ક નીચે રહી ગયું હતું. જોકે, આ એક ગંભીર ભૂલ હતી. પરંતુ મને ખુશી છે કે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા તેની નોંધ લેવામાં આવી અને મને દંડ ફટકારવામાં આવ્યોસાંગવાને વધુમાં લખ્યું કે હું સૌને અપીલ કરું છું કે તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરો. આમ સામાન્ય માણસને નહીં પરંતુ આઈએએસ અધિકારીને પણ દંડ કરવામાં આવતા અમદાવાદ પાલિકાએ સારૂં ઉદાહરણ આપ્યું છે

Latest Stories