અમદાવાદ : બોગસ કોલસેન્ટરના આરોપીના બંગલામાંથી મળ્યો અદ્યતન બાર

New Update
અમદાવાદ : બોગસ કોલસેન્ટરના આરોપીના બંગલામાંથી મળ્યો અદ્યતન બાર

અમદાવાદ શહેરમાં એક સમયે બોગસ કોલસેન્ટર ચલાવતા બેતાજ બાદશાહ ગણાતા નીરવ રાયચુરાને ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ આનંદનગર રોડ પર આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણતાં ઝડપી લીધો હતો. તેના વૈભવી બંગલામાંથી અદ્યતન દારૂનો બાર પણ મળી આવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે કોલસેન્ટર ચલાવાતા નીરવ રાયચુરાની ઓફિસમાં દારૂની મેહફીલ ચાલે છ તેથી આનંદનગર પોલીસે દરોડો પાડી નિરવની ધરપકડ કરી ને ત્યારબાદ ગ્રામ્ય પોલીસે ઘરે દરોડા પાડતાં ઘરમાં એક વૈભવી બાર મળી આવ્યો હતો, જેમાં વિદેશની અલગ અલગ બ્રાન્ડની ભરેલી પાંચ જેટલી બોટલ સાથે 10 જેટલી ખાલી બોટલ પણ મળી આવી હતી.

પોલીસે દરોડા દરમ્યાન નીરવ રાયચુરાની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસને ઘરના કમ્પાઉન્ડમાંથી રેન્જ રોવર કારમાંથી એક મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ મળી હતી. ઘરમાંથી ગેરકાયદે હથિયાર પણ મળ્યું છે. જોકે તેનું લાઇસન્સ હોવાની પણ પોલીસને પ્રાથમિક માહિતી મળી છે. નિરવ રાયચૂરાના ઝડપાયા બાદ ગ્રામ્ય પોલીસ ચાંગોદર ખાતે તેના ઘરે દરોડા પાડવા પહોંચે તે પહેલાં જ નિરવની પત્નીને જાણ થઈ જતાં જ તે ઘરેથી ફરાર થઈ ગઈ હતી.

Latest Stories