Connect Gujarat
Featured

અમદાવાદ : ઉત્તર ભારતીયોનો પારંપારિક તહેવાર છઠ્ઠ પૂજા જાહેરમાં નહીં યોજાય

અમદાવાદ : ઉત્તર ભારતીયોનો પારંપારિક તહેવાર છઠ્ઠ પૂજા જાહેરમાં નહીં યોજાય
X

દિવાળીનાં તહેવારો બાદ કોરોના વાયરસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના કાળમાં જ્યાં તહેવારોની ઉજવણીમાં પરીવર્તન આવ્યું છે ત્યાં હવે ઉત્તર ભારતીયોનો પારંપારિક તહેવાર છઠ્ઠ પૂજન પણ ઘરમાં રહીને ઉજવવી પડશે. અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ સહિતના સાબરમતીનાં કાંઠે દર વર્ષે છઠ્ઠ પુજાની જોવા મળતી રોનક આ વર્ષે નહીં મળે. આયોજકોએ જાહેરમાં છઠ્ઠ પુજા નહીં કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેરમાં વર્ષોથી યોજાતા ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાનું આયોજન આ વર્ષે નહીં થાય. દર વર્ષે મોટી સંખ્યામાં બિહાર ઉત્તર પ્રદેશના ઉત્તર ભારતીય લોકો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે કોરોના સંક્રમણને લીધે આયોજન બંધ રાખવાનું નક્કી આયોજકો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આવતા હોવાને કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પૂજા નહીં થાય.

અમદાવાદમાં આ વખતે છઠ્ઠ પૂજનમાં ગ્રહણ લાગ્યું છે. આ વખતે છઠ્ઠ પૂજન નું આયોજન કરવામાં આવ્યું નથી. કોરોના મહામારીના કારણે આ વખતે છઠ્ઠ પૂજન કરવામાં મનાઈ ફરવામાં આવી છે. દર સાલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના કિનારે આ પૂજનનું આયોજન કરી આપતા હોય છે. જે આ વખતે નથી કરવામાં આવવાની। આ પૂજનના આયોજન કરતા જે હોય છે તેમને પણ આ વખતે છઠ્ઠ પૂજન બંધ રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની અંદર દસ લાખ જેટલા ઉત્તર ભારતીયો વસે છે. આયોજક દ્વારા આ તમામ લોકોને પોતાના ઘરે જ છઠપૂજા કરવાની અપીલ કરવામાં આવી છે.

Next Story