Connect Gujarat
Featured

અમદાવાદ : સીએમ રૂપાણીએ પત્ની સાથે ભદ્રકાળી મંદિરના દર્શન કર્યા, નવા વર્ષે કોવિડને લઈને ચિંતા વ્યક્ત કરી

અમદાવાદ : સીએમ રૂપાણીએ પત્ની સાથે ભદ્રકાળી મંદિરના દર્શન કર્યા, નવા વર્ષે કોવિડને લઈને ચિંતા વ્યક્ત કરી
X

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ, અમદાવાદ સ્થિત ભદ્રકાળી માતાજીના દર્શન કરીને, કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપવા, અને ગુજરાતની પ્રજા માટે નવું વર્ષ સુખ, અને સમૃદ્ધિમય બને તેવી પ્રાર્થના કરી. તહેવારમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાન કહ્યું કે, કોવીડ19ની સ્થિતિને લઈને તમામની રજાઓ રદ કરી દેવાઈ છે. જનતાને માસ્ક અવશ્ય પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોરાનાને હરાવવા અપીલ કરી હતી.



રાજ્યના દરેક મુખ્યમન્ત્રી દર વર્ષે નાગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરે છે. આજે નવા વર્ષે સીએમ વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ મંદિરે પોહ્ચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. મંદિરના પૂજારી દ્વારા મંત્રોચ્ચાર સાથે માતાજીની આરતી પણ ઉતારવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ માતાજીને નમન કરી નવું વર્ષ સુખદાયી અને વિકાસની રાહ પર પ્રગતિ કરે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના દિવસોમાં પણ સજજ છે અને કોરોના સંક્રમણ પર નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારના અત્યાર સુધીના પરિણામકારી પ્રયાસોમાં જનતા જનાર્દને જે સહકાર આપ્યો છે, તેજ સહકાર આપે અને કોરોનાની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ના રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તેવી અપિલ પણ નૂતન વર્ષ પ્રારંભ દિને કરી હતી.


મીડિયા સાથે વાત કરતા સીએમ વિજય રૂપાણીએ કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યકત કરી હતી અને રાજ્યની દરેક હોસ્પિટલને સજ્જ રહેવા માટે કહ્યું હતું. તો કોરોના અંગે એક રીવ્યુ બેઠક પણ કરવામાં આવી રહી છે સીએમ રૂપાણીએ રાજ્યની જનતા ને કોરોનાથી સતર્ક રહેવા અપીલ કરી હતી અને નવવર્ષમાં કોરોના સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

Next Story