Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાના દર્દીઓને હોસ્પિટલ અને ઘર બેઠા મળી રહેશે ઓકિસજન સિલિન્ડર, જુઓ યુવાનોનું સેવાકાર્ય

અમદાવાદ : કોરોનાના દર્દીઓને હોસ્પિટલ અને ઘર બેઠા મળી રહેશે ઓકિસજન સિલિન્ડર, જુઓ યુવાનોનું સેવાકાર્ય
X

કોરોનાનો નવો વાયરસ સીધો ફેફસા પર એટેક કરી રહયો છે ત્યારે દર્દીઓને ઓકિસજન પર રાખવાની જરૂર પડી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધારે છે ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં યુવાનોએ દર્દીઓને ઓકિસજન સિલિન્ડર પુરા પાડવાનું સેવાકાર્ય શરૂ કરાયું છે.

અમદાવાદ શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા હોવાથી દર્દીઓની સારવાર અને જીવ બચાવવા માટે જરૂરિયાતો વધી રહી છે. કોરોનાના દર્દીઓની હાલની સૌથી વધારે જરૂરીયાત ઓકિસજનના સિલિન્ડરની છે. દર્દીઓના સ્વજનો ઓકિસજનના એક એક બોટલ માટે દોડધામ કરી રહયાં છે. વહીવટીતંત્રની સાથે સ્થાનિક યુવાનો પણ હવે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં લાગ્યાં છે. અમદાવાદના સેટેલાઇટમાં રહેતા ઝુબિન આશરા અને તેમની ટીમ લોકોને ઘરે તથા હોસ્પિટલ સુધી ઓકિસજનના સિલિન્ડર પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. આ યુવાઓની ટીમ સતત સેવા કાર્ય કરી રહી છે. ટીમ લીડર ઝુબીન આશરાએ જણાવ્યું કે અત્યારે સૌથી વધારે જરૂરિયાત ઓક્સિજનની ઉભી થઇ છે. અમદાવાદની મોટાભાગની હોસ્પિટલમાં ઓક્સિજનની શોર્ટેજ છે તેથી અમે અનેક હોસ્પિટલોને પણ ઓક્સિજન આપી રહયા છે. જે લોકો સ્ટીલ વેલ્ડિંગ કરે છે તેમની પાસેથી અમે ઓક્સિજનની બોટલો ભેગી કરી છે બીજી બોટલો અમે બહારથી પણ મંગાવી છે અમે ચાંગોદર અને કચ્છથી પણ ઓક્સિજન ભરાવી રહયા છે હોસ્પિટલમાં પણ સ્ટાફની અછત હોઈ અમે ખુદ ત્યાં બોટલ આપવા જઇયે છીએ. આ ઉપરાંત અમે જરૂરીયાતમંદ દર્દીઓને પ્લાઝમા પણ આપી રહયાં છીએ.

Next Story