Connect Gujarat
Featured

અમદાવાદ : જુઓ શહેરના કયાં વિસ્તારોમાં ફરી રહી છે સર્વેની ટીમ, અને શું છે કારણ

અમદાવાદ : જુઓ શહેરના કયાં વિસ્તારોમાં ફરી રહી છે સર્વેની ટીમ, અને શું છે કારણ
X

દેશભરમાં કોરોના વેકસીનને અનુલક્ષી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકોનો સર્વે કરી લેવાયો છે.

ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સર્વે ટીમ બનાવીને કોરોના વેકસીન સંદર્ભે કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વેક્સિન આપવા માટેની તૈયારીઓ અગાઉથી જ આરંભી દીધી હતી. આ વેક્સીન 4 સ્ટેજમાં આપવામાં આવશે, જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવાઈ છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.

રાજ્યમાં દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા જિલ્લા તંત્રને આ સરવે માટે મતદાન મથક પ્રમાણે તાત્કાલિક મંગળવારે જ ટીમોની રચના કરી દેવાનું તેમજ દરેક ટીમને ઓરિયેન્ટેશન આપવાનું જણાવાયું છે. સરવે ટીમોએ કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, થેલિસિમિયા, સિકલસેલ એનિમિયા, એઈડ્સ, માનસિક રોગો સહિત અસાધ્ય રોગોની માહિતી ધ્યાને લેવા જણાવાયું છે.

Next Story