Connect Gujarat
Featured

અમદાવાદ: વિદેશી નાગરિકોના ક્રેડિટ કાર્ડના ડેટા ચોરી કરતી ગેંગ જબ્બે; જુઓ શું છે પાકિસ્તાન કનેક્શન

અમદાવાદ: વિદેશી નાગરિકોના ક્રેડિટ કાર્ડના ડેટા ચોરી કરતી ગેંગ જબ્બે; જુઓ શું છે પાકિસ્તાન કનેક્શન
X

પાકિસ્તાનથી ડાર્ક વેબસાઇટનું આઇડી અને પાસવર્ડ મેળવી વિદેશી નાગરિકોના ક્રેડીટ અને ડેબીડ કાર્ડના ડેટા ચોરી નાણા ખંખેરી લેતી ગેંગના ત્રણ સાગરિતોને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયાં છે.

ડાર્ક વેબ સાઈટ પરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનો ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરનાર હર્ષવર્ધન પરમાર, મોહિત લાલવાની તથા કલપેશ સિંધાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્શો એક બીજાને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હતા. પરંતુ હજી સુધી એક પણ વખત મળ્યા નહોતા. ટેલીગ્રામ એપ્લિકેશ મારફતે છેલ્લા ત્રણેક વર્ષથી પોતાનો ઠગાઈનો વ્યવસાય ચલાવતા હતા. જોકે આરોપીઓએ પાકિસ્તાનથી ડાર્ક વેબ સાઈટનો આઈ.ડી પાસવર્ડ મેળવ્યો હતો, જેના દ્વારા આ શખ્સો ટેલીગ્રામ થકી પાકિસ્તાન કરાચીના બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.

આરોપી જીયા મુસ્તફા અને સદામ નામના શખ્સ પાસેથી આઈ.ડી અને પાસવર્ડ મેળવી આઈ.ડી પાસવર્ડના બદલામાં શરૂઆતમાં ઓનલાઈન રૂપિયા આપ્યા અને ત્યાબાદ બીટકોઇન ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓ અલગ અલગ રાજ્યોનાં સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર લાખો રૂપિયાની જત્થામાં ખરીદી કરી લેતા હતા. બાદમાં ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતા હતા અને ત્યારબાદ અધૂરા સરનામાં આપી અમદાવાદના કોઈ પણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરીયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રિસિવ કરી લેતા હોવાની મોડ્સ ઓપરેન્ડીથી આ ત્રણેય આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા.

અત્યારસુધીમાં કલ્પેશ સિંધાએ 70 લાખ, હર્ષવર્ધને પણ 70 લાખ તથા મોહિત લાલવાનીએ 60 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી લીધા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હાલ પોલીસ આરોપીઓએ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કેસમાં આરોપીઓના નિવેદનમાં વિજય વાઘેલા નામના એક શખ્શનું નામ સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ તેની પણ ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

Next Story