Connect Gujarat
Featured

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ કલાકારોએ નરેશ કનોડિયાના નિધન પર પાઠવી શ્રદ્ધાંજલી

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ કલાકારોએ નરેશ કનોડિયાના નિધન પર પાઠવી શ્રદ્ધાંજલી
X

એંકર_ગુજરાતી ફિલ્મના પીઢ અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાથી નિધન થતાં ફિલ્મ જગતમાં દુખની લાગણી વ્યાપી ગઈ છે. મહેશ કનોડિયા બાદ નરેશ કનોડિયાએ પણ દુનિયાને અલવિદા કહી દેતા ગુજરાતીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે ગુજરાતી ફિલ્મ કલાકારોએ વિડિયો દ્વારા શ્રદ્ધાંજલી પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.

કોરોનાની સારવાર લઈ રહેલા ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર નરેશ કનોડિયા યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે દુખદ અવસાન થયું છે. લાંબા સમયથી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અભિનયના ઓજસ પાથરનારા ગુજરાતીઓના દિલો પર રાજ કરનારા અને અનેક સુપરહિટ સહિત 125થી વધારે ફિલ્મો આપનારા નરેશ કનોડિયાના સમાચાર સાંભળી ગુજરાતી કલાકારો આઘાતમાં સરી પડ્યા છે. સુપર સ્ટાર હિતેન કુમાર, ગાયક અરવિંદ વેગડા સહિત તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણીએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ પણ નરેશ કનોડિયાના નિધન પર દુઃખ વ્યકત કર્યું છે અને કહ્યું કે નરેશભાઈ ક્યારેય નહિ ભુલાય અરવિંદ વેગડાએ પોતાના આવાઝમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે દુઃખ વ્યકત કરતા કહ્યું કે નરેશભાઈ નું સ્થાન અલગ હતું લોકોની સાથે રેહવું અને લોકોના હૃદયમાં રેહવું સંઘર્ષ કરી તેમણે પોતાની આગાવી પ્રતિભા બતાવી હતી અને તેઓ મિલનયમ મેગા સ્ટાર હતા અને રહેશે.

બીજી તરફ તારક મેહતા કે ઉલ્ટા ચશમા ફેમ મયુર વાકાણીએ પણ નરેશ કનોડિયાના નિધન પર શોક વ્યકત કર્યો હતો. મયુર વાકાણીએ કહ્યું કે ગુજરાતી ફિલ્મોના તેઓ મહાનાયક હતા મહેશ અને નરેશભાઈ ની બેલડી અદભુત હતી મયુર વાકાણીએ કહ્યું કે તેમનો અભિયાન અદભુત હતા તેઓ જિંદગીને જીવતા હતા નરેશભાઈ ના નિધનથી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને બહુ મોટી ખોટ પડી છે તે ક્યારેય નહિ પુરાય નરેશભાઈ એક મહાન કલાકાર હતા.

આમ પહેલા મહેશ કનોડિયાનું નિધન અને ત્યારબાદ નરેશ કનોડિયાના નિધને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને કલાકારોને શોકમાં ગરકાવ કરી દીધા છે ગુજરાતી ફિલ્મોની સુપરહિટ જોડીએ વિદાઈ લીધી છે ત્યારે રાજયભરમાંથી શ્રદ્ધાંજલિનો અવિરત ધોધ વહી રહ્યો છે.

Next Story