Connect Gujarat
Featured

અમદાવાદ : બે હજારથી વધુ ઇર્ન્ટન તબીબોની હડતાળનો બીજો દિવસ, સરકાર સામે લડી લેવાના મુડમાં તબીબો

અમદાવાદ : બે હજારથી વધુ ઇર્ન્ટન તબીબોની હડતાળનો બીજો દિવસ, સરકાર સામે લડી લેવાના મુડમાં તબીબો
X

રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા ઇર્ન્ટન તબીબોએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે અમદાવાદમાં પણ આજે ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાળ યથાવત રાખી છે અને આજે પણ પોતાની કામગીરીથી અળગા રહયા હતાં.

રાજ્યના ઇન્ટર્ન તબીબો 3 માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યૂટી બદલ ઇનસેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિની ઇન્ટર્ન તબીબોની માગણી છે. સરકારી, GMERS તેમજ સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલના તબીબોનું હડતાળને સમર્થન મળ્યું છે. ઇન્ટર્ન તબીબોની માગણીના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કાલે ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાજુ ઈન્ટર્ન તબીબોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિરોધ નોંધાવ્યો છે આમ સરકાર સામે આ ઇન્ટર્ન તબીબો આક્રમકઃ મૂડમાં છે.

તબીબોનું કેહવું છે કે અમારી માંગણીઓ વ્યાજબી છે અને અમને આશા હતી કે સરકાર કોઈ સકારાત્મક ઉકેલ લાવશે પણ જે જવાબ આવ્યો છે તેના કારણે અમને નિરાશા થઇ છે અમે અમારી હડતાળ યથાવત રાખીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચાલીશું આમ સરકાર અને ઇન્ટર્ન ડોકટરો વચ્ચે નો વિવાદ વધુ ઘેરો બનતા આવનાર સમયમાં કોરોના હોસ્ટિપટલમાં મુશ્કેલીઓ વધી શકે છે.

Next Story