Connect Gujarat
Featured

અમદાવાદ : ઇન્ટર્ન ડોકટરોની વેતન વધારાની માંગ સાથે હડતાળ

અમદાવાદ : ઇન્ટર્ન ડોકટરોની વેતન વધારાની માંગ સાથે હડતાળ
X

સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માગણી સાથે આજથી રાજ્યના તમામ ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર ઉતર્યા છે આ ડોકટરો જ્યા સુધી પોતાની માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી પોતાની હડતાળ પાછી નહિ ખેંચે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ રજૂ કરી હતી.

કોરોનાના સમયગાળામાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહી હોવાનો આક્ષેપ ઈન્ટર્ન ડૉકટરોએ કર્યો છે. ડોક્ટરોની હડતાળને લઈને તમામ મેડિકલ કોલેજોના ડીન અને સુપ્રિટેન્ડેન્ટની નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે.

રાજ્યમાં સરકારી ઇન્ટર્ન ડોકટરો છેલ્લા 7 મહિનાથી કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી રહયા છે અને આ ફરજ બજાવતા 300 થી વધુ ડોકટરો કોરોના સંક્રમિત થયા હતા છતાં તેઓ હોસ્પિટલમાં સતત ખડેપગે રહયા આ સમય દરમ્યાન તેમને 12 હજાર જેટલું વેંત આપવામાં આવી રહ્યું હતું પણ ડોકટરોના કેહવા મુજબ આ વેતન બીજા રાજ્યોના પ્રમાણમાં ઘણું ઓછું છે. પોતાનું વેતન વધારવા માટે સરકાર સમક્ષ અનેક વાર રજૂઆત કરવામાં આવી પણ સરકારે માંગણીઓ સ્વિકારીઓ નહિ જેથી આજથી રાજ્યમાં 2 હજાર ડોકટર હડતાળ કરી રહયા છે.

ડોકટરોનું કેહવું છે કે અમને જે સ્ટાઈપેન્ડ જે મળી રહ્યું છે તે ઘણું ઓછું છે અમે સતત 8 મહિનાથી ફરજ બજાવી રહ્યા છે અને ઘરે પણ નથી ગયા. ડોક્ટરોએ સ્ટાઈપેન્ડ 20 હજાર રૂપિયા કરી આપે અને એરીયર્સ પણ આપવા માંગ કરી છે. દિલ્હી સરકાર મેડિકલ, ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડૉકટરોને 8 કલાકના 1000 અને 12 કલાકના 2000 રૂપિયા માનદ વેતન આપે છે. AMC સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન રૂ. 500 આપે છે ત્યારે ઉપરોક્ત માગણીઓને લઈને સરકાર હકારાત્મક નિર્ણય લે અમે દર્દીઓને હાલાકી થાય તેવી કોઈ પ્રવૃત્તિ નહિ કરીયે.

Next Story