Connect Gujarat
Featured

અમદાવાદ : વિવિધ વિસ્તારોમાં જામી રહયાં છે ગંદકીના ઢગલા, જુઓ આમ થવાનું કારણ શું છે ?

અમદાવાદ : વિવિધ વિસ્તારોમાં જામી રહયાં છે ગંદકીના ઢગલા, જુઓ આમ થવાનું કારણ શું છે ?
X

અમદાવાદ મહાનગરપાલિકાના સફાઇ કામદારો તેમની માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર ઉતરી જતાં મહાનગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહયાં છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતું સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે ત્યારે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે. સાફ સફાઈ ન થતાં રોડ પર કચરાના ઢગલા થઈ ગયા છે, જેને કારણે વાહનોને અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. કચરામાં વપરાયેલાં માસ્ક તેમજ અન્ય વસ્તુઓ પડેલી હોવાથી વાઈરસનું જોખમ પણ વધી શકે છે. શહેરના સફાઈકર્મીઓ હડતાળ પર છે સતત ત્રીજા દિવસે પણ આજે હળતાલ યથાવત રાખતા શહેરમાં અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહયા છે.

સ્થાનિકોનું કેહવું છે કે અહીં રસ્તા વચ્ચે બેજવાબદાર લોકોએ કચરો ઠાલવ્યો હતો આ કચરો રસ્તા વચ્ચે નાખવાથી દુર્ગંધ આવે છે તો રોગચાળો પણ ફાટી નીકળે તેવી શક્યતા છે પણ આ રીતના શહેરીજનો ને હેરાન કરવા યોગ્ય નથી આમ શહેરમાં સફાઈકર્મી નું આંદોલન જેમ આગળ વધી રહ્યું છે તેમ હવે શહેરીજનોની મુશ્કેલીમાં પણ વધારો થઇ રહ્યો છે

Next Story