અમદાવાદ : મોઢવાડિયાનો સીઆર પાટિલ પર મોટો આક્ષેપ, બુટલેગરોને કરતાં હતા મદદ!

0

રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમાં હવે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પાર ગંભીર આરોપ લગાવી રહયા છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બીજેપી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને બત્રીસ લક્ષણા ગણાવી આકરા પ્રહારો કર્યા તો સામે ભાજપે સીઆર પાટીલને સવાયા ગુજરાતી અને નખશીખ ગુજરાતી ગણાવ્યા

ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જૂન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ  1978માં પોલીસ ખાતામાં હતા ત્યારે દારૂના જથ્થા અને બુટલેગરોની મદદ કરવાના કારણે સસ્પેન્ડ થયા હતા એવો આક્ષેપ કર્યો છે. મોઢવડિયાએ પાટીલને બત્રીસ લક્ષણા ગણાવીને એવો પણ આક્ષેપ કર્યો કે, પાટીલ સામે 1978માં દારૂના કેસ નોંધાયા હતા અને સોનગઢ અને પલસાણા પોલીસ સ્ટેશનમાં ઓન રેકોર્ડ દારૂના ગુના નોંધાયા છે. 1984માં પોલીસ યુનિયન બનાવવા બદલ ફરિયાદ થઇ હતી . 1995ના ઓક્ટોબરમાં સુરત કોર્પોરેશનને ઓક્ટ્રોઈ મુદ્દે ફરિયાદ થઇ હતી અને 2002માં ડાયમંડ જ્યુબિલી બેંક કૌભાંડમાં જેલવાસ પણ ભોગવ્યો છે.


અર્જુન મોઢવાડિયાએ કહ્યું, આ બધા કેસ રેકોર્ડ પર છે પણ રાજીનામું આપવાની સંસ્કૃતિ ભાજપમાં છે જ નહી. સી.આર. પાટીલે પોતે જ પોતાના ઉપર નોંધાયેલા ગુનાનું લિસ્ટ પાર્ટીમાં આવ્યું છે. આ કેસમા ચુકાદો આપવાનું કામ કોર્ટનું છે પણ સી આર પાટિલ પર અનેક કેસ છે એ હકીકત છે. મોઢવડિયાએ કહ્યું કે,  સી આર પાટિલ સામે કુલ 107 કેસ નોધાયા છે.ગુજરાતમાં ભાઈનું નહિ પણ ભાઉનું ચાલે છે જે લાયકાત કોઈ પાર્ટી પ્રમુખમાં નથી તે બધી લાયકાત ભાજપા પ્રદેશ પ્રમુખમાં છે.


વીઓ_03 તો સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો અને કહ્યું અમોને શિખામણ આપવાની જરૂર નથી અમારા પ્રદેશ પ્રમુખ એક નાના કાર્યકારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે. દેશમાં સૌથી વધારે મતોથી વિજય બન્યા છે અમને સલાહ આપનાર ક્યારેય નગરપાલિકાની ચૂંટણી નથી જીતી શક્યા અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સવાયા અને નખશીખ ગુજરાતી છે આમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે શાબ્દિક આરોપ ચરમસીમાએ પહોંચ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here