Connect Gujarat
Featured

અમદાવાદ: રાષ્ટ્રીય બાલ પુરષ્કાર એવોર્ડની જાહેરાત, જુઓ ગુજરાતમાં કોને મળ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ

અમદાવાદ: રાષ્ટ્રીય બાલ પુરષ્કાર એવોર્ડની જાહેરાત, જુઓ ગુજરાતમાં કોને મળ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ
X

અમદાવાદની ખુશીએ આજે દેશ ભરમાં પોતાનું અને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે. ખુશીને પ્રધાનમંત્રી બાળ પુરષ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં વિડીયો કોન્ફ્રન્સ થી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી.

આજે સમગ્ર દેશનાં 32 બાળકોને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવ્યાં. આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા આપ્યું. તેઓએ વિજેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. બાળ પુરસ્કાર એવાં બાળકોને આપવામાં આવે છે, જે અસાધારણ ક્ષમતાઓ ધરાવતા હોય અથવા જેમને ઈનોવેશન, એકેડેમિક્સ, સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સોશિયલ સર્વિસ, બહાદુરી સહિત અન્ય ક્ષેત્રોમાં વિશેષ ઓળખ મળી હોય. અમદાવાદની વિધ્યાર્થિની ખુશીને પણ આ સન્માન પ્રાપ્ત થયું છે.

એશિયન ચેમ્પિયન શીપમાં સ્કેટિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતનાર અને પ્રધાન મંત્રી બાળ પુરષ્કાર એવોર્ડ મેળવનાર ખુશી અમદાવાદની વિધાર્થિની છે. ખુશીએ 4 વર્ષની હતી ત્યારથી જ તેને સ્કેટિંગ ની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધેલા છે. જેમાં તેને અત્યાર સુધીમાં સ્ટેટ લેવલે 25 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ મળેલા છે. નેશનલમાં 7 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. એશિયન ચેમ્પિયન શીપમાં 3 ગોલ્ડ મેડલ મળેલા છે. ભારતની આ એકલી ફિગર્સ કેટર છે લેડીઝમાં જેને હોદ્દો પ્રાપ્ત થયો છે. આના માટે ખુશી જોડે તેના માતા પિતાએ પણ એટલી જ મહેનત કરી છે.

અમદાવાદની ખુશીને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થતાં અમદાવાદ ક્લેક્ટર સંદીપ સાંગલેએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.

Next Story