Connect Gujarat
Featured

અમદાવાદ : નોરતાના અધુરા રહેશે ઓરતા, વેપારીઓ મુકાયાં મુશ્કેલીમાં

અમદાવાદ : નોરતાના અધુરા રહેશે ઓરતા, વેપારીઓ મુકાયાં મુશ્કેલીમાં
X

અમદાવાદનું લો- ગાર્ડન બજાર નવરાત્રીના ટ્રેડીશનલ કપડાઓના વેચાણ માટે પ્રખ્યાત છે પણ આ વર્ષે કોરોના વાયરસના કારણે સરકારે ગરબા યોજવાની મંજુરી નહિ આપતાં લો ગાર્ડનના બજારમાં સન્નાટો જોવા મળી રહી છે.

અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર કે જ્યાં નવરાત્રીનો તહેવાર નજીક આવે ત્યારે ગરબાના મેદાનોમાં છવાય જવા માટે ગરબા રસિકો અવનવા ટ્રેડીશનલ કપડાની ખરીદી માટે ઉમટી પડતાં હોય છે. એક સમય એવો પણ આવે છે કે બજારમાં હૈયાથી હૈયુ દળાય તેવી ભીડ જોવા મળતી હોય છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે સરકારે ગરબા યોજવાની મંજુરી આપી નથી.

નવરાત્રી આવે અને ટ્રેડિશનલ કપડાંની વાત થાય તો પહેલું નામ લોકોના મોઢે આવે લો ગાર્ડન કેમકે લો ગાર્ડનમાં ભરાતું બજાર કે જ્યાં તમામ ટ્રેડિશનલ કપડાંની અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલર મળી રહે છે. દર વર્ષે જ્યારે નવરાત્રિ ના ગણતરીના દિવસો બાકી હોય અને લો ગાર્ડન તમને પગ મુકવાની જગ્યા અન મળે એટલી ભીડ મળતી હોય છે. પરંતુ આ વખતે ચિત્ર કઈક અલગજ જોવા મળ્યું છે. આ ટ્રેડિશનલ કપડાં નો વેપાર કરતા વેપારીઓ માખીઓ મારતાં નજરે પડી રહયાં છે.

લો ગાર્ડન માર્કેટ ટ્રેડીશનલ કપડાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અહીં 1000 રૂપિયાથી લઇ 10 અને 25 હજાર ના ટ્રેડિશનલ કપડા મળે છે પણ આ સમયે કોરોના મહામારીએ અહીંના વેપારીઓને મુશ્કેલી ઉભી કરી દીધી છે વેઓરીઓનું કહેવું છે કે કોરોનાના ડરના કારણે જલ્દી કોઈ પણ વ્યક્તિ ખરીદી કરવા નથી આવતું. જે આવે એ માત્ર નાના છોકરાઓના કપડાં લેવા આવે છે એ પણ માત્ર સ્કૂલમાં ફોટા પડાવવા માટે લઈ જાય છે. નવરાત્રીની સીઝનમાં આ વેપારીઓ આખા વર્ષના ગુજરાન નું કમાઈ લેતા હોય છે.

અહીં ખરીદીમાં ભારે મંદી નડી રહી છે અહીં આવતા ગ્રાહક પણ માની રહયા છે કે આ વર્ષે કોરોનાને કારણે ખરીદીમાં અસર કરી રહી છે અહીંના વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે વર્તમાન સમયમાં ચણીયા ચોલીના ભાવમાં 30 ટકા નો ઘટાડાઓ નોંધાયો હોવા છતાં ખરીદદાર આવતા નથી અને સ્ટોક વેચાતો નથી.

Next Story