Connect Gujarat
Featured

અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, એક મહિનામાં જ ભાવ 2 રૂપિયા વધ્યો

અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, એક મહિનામાં જ ભાવ 2 રૂપિયા વધ્યો
X

એક બાજુ મોંઘવારીનો માર અને બીજીબાજુ પેટ્રોલ અને ડીઝલમાં વધતા સતત ભાવ વધારાને કારણે ગરી અને માધ્યમ વર્ગીય પરિવારોને મુશ્કેલીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં પેટ્રોલમાં 2 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

છેલ્લા કેટલાક સમયથી દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક મહિનામાં 2 રૂપિયામાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 81.72 થયો હતો. પેટ્રોલમાં રૂ. 32.98 એક્સાઈઝ ડયૂટી અને રૂ.17 વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો રૂ. 49.98 છે.

પેટ્રોલ અને ડીઝલ જીવન જરૂરિયાત છે ત્યારે પ્રતિ દિવસ પેટ્રોલ અને ડીઝલમાં વધતા ભાવને કારણે હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે બીજી બાજુ પેટ્રોલ પુરાવતા ગ્રાહક પણ કહી રહયા છે કે બીજા દેશના પ્રમાણમાં આપણા ભારત દેશમાં ભાવ વધારે છે સરકારે એકસાઇઝ ઘટડાવાની જરૂર છે કારણકે જે ભાવ વધે છે તેની અસર સીધી બજેટ પર થાય છે.

Next Story