Connect Gujarat
Featured

અમદાવાદ : છેલ્લા છ મહિનામાં પેટ્રોલ -ડીઝલના ભાવમાં 13 રૂા.નો વધારો, વાહનચાલકોના ખંખેરાયા ખિસ્સા

અમદાવાદ : છેલ્લા છ મહિનામાં પેટ્રોલ -ડીઝલના ભાવમાં 13 રૂા.નો વધારો, વાહનચાલકોના ખંખેરાયા ખિસ્સા
X

વિશ્વમાં ક્રુડ ઓઇલની કિમંતોમાં ઘટાડો થયો હોવા છતાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલમાં પણ ભાવો ભળકે બળી રહયા છે ત્યારે અમદાવાદમાં પણ સતત વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી શહેરીજનો પરેશાન થઇ રહયા છે છેલ્લા 6 મહિનામાં 13 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. ભાવોમાં થઇ રહેલાં વધારાના પગલે ગરીબ અને મધ્યમવર્ગ માટે વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બની ચુકયું છે.

અમદાવાદશહેરમાં 6 મહિના પહેલા 2020 માં પેટ્રોલનો ભાવ 70.40 રૂપિયાઅને ડીઝલનો ભાવ લિટરે 69.83 રૂપિયા હતો જેની સામે આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 83.68 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 82.44 રૂપિયા પહોંચી ગયો છે ત્યારે છેલ્લા 6 મહિના દરેક અમદાવાદવાસીઓના ખિસ્સામાંથી 13 રૂપિયા વધારે ખર્ચાઈ રહયા છે. છ મહિના પહેલા પેટ્રોલના ભાવ રૂ. 70.40 હતાં તેની સામે આજના ભાવ સરખાવતાં ગ્રાહકે રૂ.13.28 વધારે ચૂકવવા પડી રહ્યા છે. તે રીતે ડીઝલનો ભાવ સરખાવતાં ગ્રાહકે રૂ. 12.61 વધારે ચૂકવવા પડી રહ્યા છે. શહેરમાં 15 લાખ બાઈક અને 5 લાખ જેટલા ફોર વ્હીલરની ગણતરી કરીએ તો પણ શહેરમાંથી રોજના 3 કરોડ કરતાં વધારે રકમ માત્ર એક લીટરના વપરાશમાં વધી ગયા છે.આમ સતત ભાવ વધારાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.

પેટ્રોલ પુરાવા આવતા ગ્રાહકોનું પણ કેહવું છે કે સતત ભાવ વધવાથી બજેટ પર અસર થઇ રહી છે નોકરી કરતા લોકો જેનો પગાર બાંધેલો છે તેને સૌથી વધારે તકલીફ થાય છે સરકારે કોઈ પગલાં ભરવા જોઈએ બાકી આ રીતના ભાવ વધતા રહેશે તો માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાઈ જશે આમ સતત ભાવ વધવાથી લોકોમાં ગુસ્સો અને આક્રોશ છે.

Next Story