Connect Gujarat
Featured

અમદાવાદ : પોલીસની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરે છે માઇક સાથે, જુઓ કેમ

અમદાવાદ : પોલીસની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરે છે માઇક સાથે, જુઓ કેમ
X

નવરાત્રીના તહેવારનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ આ વખતે રાજ્ય સરકારે નવરાત્રીમાં ગરબા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. માત્ર એ કલાક માટે પૂજા અને આરતી માટે પરમિશન આપી છે. તહેવારનું મહત્વ પણ જળવાય રહે અને કોરોના વાયરસનું સંક્રમણ પણ ન ફેલાય તે માટે વસ્ત્રાપુર પોલીસની ટીમ લાઉડસ્પીકર સાથે વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે.

નવરાત્રીના તહેવારને અનુલક્ષી રાજ્ય સરકારે જે ગાઈડલાઈન આપી છે તેનું લોકો પાલન કરે તે જરૂરી છે. જો ક્યાંય ગરબા રમાતા હશે તો ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. સોસાયટી- ફ્લેટમાં પોલીસની શી ટીમ ફરી રહી છે અને લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સમજાવી રહી છે. ગરબા રમાતા હોવાની સોશિયલ મીડિયામાં પણ માહિતી મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવાય છે પરંતુ જો લોકો ભેગા થઈ અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વસ્ત્રાપુર પોલીસ સોસાસયટી સોસાયટીએ પોલીસની ગાડીમાં સ્પીકર લગાડી રેકોડિઁગ લોકોને સાંભળાવવાં આવી રહ્યું છે. આ નવી પહેલ લોકોને જાગૃત કરવા માટે કરવામાં આવી છે.

પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવતા મુખ્ય અને મોટા ચાર રસ્તા પર તથા આરતીના સમયે પોલીસની ગાડી પર સોસાયટી સોસાયટીએ ફરીને આ ઓડિયો કલીપ લાઉડ સ્પીકરમાં વગાડવામાં આવે છે. ખાસ તમામ જગ્યાએ સોસીયલ ડિસ્ટનશ જળવાય કોઈ મૂર્તિને સ્પર્શ ન કરે અને ગરબે ઝૂમે નહીં તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.તથા પ્રસાદ પણ પેકિંગમાં આપવામાં આવે તે પણ સૂચનો કરવામાં આવેલા છે.

Next Story