Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, રાજયનું પરિણામ 60.64 ટકા

અમદાવાદ : ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, રાજયનું પરિણામ 60.64 ટકા
X

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ- 10ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ - 10નું બોર્ડ નું પરિણામ 60.64 ટકા આવ્યું છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. બુધવારે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડનું પરિણામ 60.64 ટકા આવ્યું છે. રાજયના વિવિધ કેન્દ્રો પરથી 10.38 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજયમાં સૌથી વધારે પરિણામ ધરાવતાં જિલ્લાની વાત કરવામાં આવે તો વધુ એક વખત સુરત જિલ્લો 74.66 ટકા સાથે રાજયમાં અગ્રેસર રહયો છે. જયારે દાહોદ જિલ્લો 47.47 ટકા પરિણામ સાથે સૌથી નીચેના સ્થાને રહયો છે. જ્યારે ભરુચ જીલ્લાનું 54.13 ટકા પરિણામ આવ્યું હતું. આજે વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર માર્કશીટ જોઇ હતી. હવે આગામી દિવસોમાં શાળાઓમાંથી માર્કશીટ તેમજ અન્ય પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. પાસ થયેલા વિદ્યાર્થીઓને પરિવારજનો તથા સ્વજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ -10ના પરિણામ બાદ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

Next Story