Connect Gujarat
Featured

અમદાવાદ : ફી અંગે રાજય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે : હાઇકોર્ટ

અમદાવાદ : ફી અંગે રાજય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે : હાઇકોર્ટ
X

કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી. બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી. આ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે સરકાર પોતાની રીતના સ્વતંત્ર નિર્ણય લે

વાલીઓના વકીલ વિશાલ દવે જણાવ્યું કે, સરકારે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, અમારો 25 ટકા ફી માફીનો જે નિર્ણય છે તે સ્કૂલ સંચાલકો માનતાન હોવાથી હાઈકોર્ટમાં નિર્દેશો માટે અરજી કરી છે. તો બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી કે, સરકારની આ અરજી મેઈન્ટેનેબલ નથી. અમે વાલીના કેસની તપાસ કરીને પછી રાહત આપીશું. અમને 25 ટકા ફી માફીનો નિર્ણય મંજૂર નથી

ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે, સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે તો વળી મંડળના સંયોજક નરેશ શાહે કહ્યું કે સરકાર હવે નિર્ણય કરે અમે સરકારની સાથે છીએ અને સરકાર નિર્ણય કરે જો શાળા સંચાલકો ના સ્વીકારે નિર્ણયને તો માન્યતા રદ્દ કરવી જોઈએ.

વીઓ_03 તો કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી એ જાણવાયું કે આ સરકાર કોઈ નિર્ણય નથી કરતી કોંગ્રેસે પહેલાજ મુદ્દો ઉઠાવ્યો છે કે એક સત્રની ફી માફ કરો આજે નામદાર હાઇકોર્ટે પણ સરકારને દિશા નિર્દેશ આપ્યા છે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર ને રાહત મેળવી જોઈએ અને સરકાર પાસે એપિડમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સત્તા છે તો સરકાર નિર્ણય કરે

Next Story