Connect Gujarat
Featured

અમદાવાદ : કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીથી નવા વર્ષનું સ્વાગત, જુઓ ક્યા વિસ્તારોને થશે અસર

અમદાવાદ : કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીથી નવા વર્ષનું સ્વાગત, જુઓ ક્યા વિસ્તારોને થશે અસર
X

રાજ્યમાં 2021ની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદથી થશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 અને 3 જાન્યુઆરીની વચ્ચે હવામાનમાં પલટો આવશે. અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ વિસ્તારમાં કમોસમી વરસાદ થશેસાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે . જોકે વારંવાર વાતાવરણમાં પલટો ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. જો કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે.

રાજયમાં નવા વર્ષનો પ્રારંભ વાતાવતરણમાં તબદીલી સાથે થશે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતવારણ સર્જાવાની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે. ઉત્તર અરેબિયન સમુદ્રમાં મધ્ય લેવલ પર પહેલી જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ટ્રફ રચાશે, જે સ્થિર રહેશે. ત્યારબાદ 2થી 4 જાન્યુઆરીएએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે આ ટ્રફને વધુ મજબૂત બનાવશે. જેને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાશે. એક તરફ રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.પવનની દિશા બદલાતા 3થી 4 ડીગ્રી તાપમાન ઊંચું નોંધાશે. 2થી 3 દિવસમાં તાપમાન વધવાના કારણે ઠંડીમાંથી રાહત મળશે. પરંતુ બીજી તરફ 2 અને 3 જાન્યુઆરી કમોસમી વરસાદની અગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થશે.ડિસેમ્બર ના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ થશે.ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, કશ્મીર, આસામમાં કમોસમી વરસાદ થશે.

ઉત્તર ગુજરાતના શહેરોમાં શીત લહેર થશે તો વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે. અને કમોસમી વરસાદ થશે અને ત્યાર બાદ ઉત્તરાયણનો દિવસ ઠંડોગાર રહેશે.ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીના કારણે શિયાળુ પાકને ફાયદો થાય છે.પરંતુ શિયાળાની ઋતુમાં સામાન્ય વરસાદથી પાકને નુકસાન થાય છે. બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર સાથે ખેતીના પાકને પણ નુકસાન થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સહિત અનેક પ્રદેશોમાં ઠંડીનું મોજું ફરીવળ્યું છે. લોકો હાડ થીજવતી ઠંડીનો સમાનો કરી રહ્યા છે.

Next Story