Connect Gujarat
Featured

અમદાવાદ : મહિલા PSIએ બળાત્કારના આરોપી પાસેથી માંગ્યા રૂ. 35 લાખ, રૂ. 20 લાખ પડાવી લેતા થઈ ધરપકડ

અમદાવાદ : મહિલા PSIએ બળાત્કારના આરોપી પાસેથી માંગ્યા રૂ. 35 લાખ, રૂ. 20 લાખ પડાવી લેતા થઈ ધરપકડ
X

અમદાવાદ શહેરના પશ્ચિમ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI એસ.એચ.જાડેજા સામે ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે SOG પોલીસે મહિલા PSIની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSIએ બળાત્કારના કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં ટુકડે ટુકડે મહિલા PSIએ 20 લાખ રૂપિયા પડાવી લીધા હતાં.

સમગ્ર મામલે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થતાં તપાસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુન્હો નોંધ્યો હતો. જેમાં મહિલા PSI સામે ગુન્હાની તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી હતી, ત્યારે SOG પોલીસે PSI જાડેજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં SOG દ્વારા મહિલા PSIની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story