Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે

X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે

રાજ્યમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિ અને કૌભાંડોના અનેક બનાવો બની ચૂક્યા છે. ચાલુ પરીક્ષાએ ચોરી કરાવવી, પેપર ફરતા થવા સહિતના અનેક અનિચ્છનીય બનાવો સામે આવ્યા છે ત્યારે ભરતી પરીક્ષામાં ઠગાઇ કરવા મામલે ક્રાઇમ બ્રાંચે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગાંધીનગરના દહેગામમાં ટ્રેનિંગ એકેડમીમાં ક્રાઈમબ્રાંચે દરોડા પાડીને ઠગાઈને પર્દાફાશ કર્યો હતો. જે મામલે ત્રણ આરોપીને જેલ ભેગા કર્યા હતા.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમ વીરસિંહે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતું કે રાજસ્થાનના શખ્સો સરકારી ભરતીના નામે પૈસા ઉઘરાવતા હતા. આ મામલે દાહોદ SPને માહિતી મળી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ તપાસમાં લાગી હતી. ઝડપાયેલા 3 આરોપી પૈકી રવિસિંગની પૂછપરછ કરતા પોલીસને ડોક્યુમેન્ટ મળ્યા હતા. જ્યારે પોલીસને હરીશ પાસેથી પણ ભરતીના ફોર્મ મળ્યા હતા. મહત્વનું છે કે હરીશ પ્રજાપતિ એ મૂળ રાજસ્થાનના છે તે દહેગામમાં ટ્રેનિંગ અકેડમી ચલાવે છે. તે ઉમેદવારો પાસેથી પૈસા લઇને ફોર્મ ભરાવતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે ક્રાઇમ બ્રાંચને આરોપીઓ પાસેથી ફિઝિકલ ટેસ્ટ પાસ ના સિક્કા પણ મળી આવ્યા હતા. વળી 10 લોકોના ફોર્મ ભર્યા વિના જ આ સિક્કા લગાવીને આપી દીધા હતા.

કોલ લેટર પર ફિઝિકલ ટેસ્ટ પાસ ના સિક્કા લગાવીને પૈસા પડાવતા હતા. આવી રીતે કુલ 81 ઉમેદવારો પાસેથી આ આરોપીએ પૈસા ખંખેર્યા હતા.આ ત્રણેય શખ્સો સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. વળી હરીશ પ્રજાપતિએ તો પોતે પીએસઆઇ છે તેવી ઓળખ પણ આપતો, આ માટે તેણે PSI નું બોગસ આઈકાર્ડ પણ બનાવ્યું હતું.ઉમેદવારોને પોતાની જાળમાં ફસાવવા માટે પુરવિંદર અને શાહરુખ નામના બે શખ્સો પણ રાખ્યા હતા જેઓ અન્ય રાજ્યોમાંથી ઉમેદવારો લાવી આવતા. આ બંને શખ્સોને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાંચે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે પરીક્ષા પાસ કરાવવા માટે પૈસાની વાત કરીએ તો પીએસઆઇ માટે 10 લાખ રુપિયા,લોકરક્ષક દળ માટે 5 લાખ રૂપિયા પડાવતા હતા. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હરીશ પ્રજાપતિ, રવિ પ્રતાપસિંહ અને પૂજા ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પૂજા ઠાકોર નામની મહિલા એકેડમી માં કામ કરતી હતી આરોપીઓએ અંદાજે 100 થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી હતી.આરોપીઓ અલગ અલગ ભરતી પરીક્ષાના પેપર લાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતા હતા

Next Story