નાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી તો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું

નાથની નગરચર્યા: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી તો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે  પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ
New Update

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી તો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું.

કોરોના કાળ બાદ આજરોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.આ બાદ સવારે 7 વાગ્યાની આસપાસ સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને સોનાની સાવરણીથી રથ આગળનો કચરોવાળી પહિંદ વિધિ કરી હતી. આગેવાનોએ રથ ખેંચી રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રાધ્ધળુઓ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા નિમિત્તે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

#Gujarat #Ahmedabad #Amit Shah #Bhupendra Patel #CMO Gujarat #Aarti #Jagannath Yatra #Rathyatra 2022 #Pahind Vidhi
Here are a few more articles:
Read the Next Article