દિવાળીના તહેવાર દરમ્યાન આગ-અકસ્માતના બનાવોને પહોચી વળવા 108 ઈમરજન્સી સેવા વધુ સજ્જ, એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો...

દિવાળી દરમ્યાન આગ-અકસ્માતના બનાવોમાં થાય છે વધારો, 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવ્યું આગોતરું આયોજન

દિવાળીના તહેવાર દરમ્યાન આગ-અકસ્માતના બનાવોને પહોચી વળવા 108 ઈમરજન્સી સેવા વધુ સજ્જ, એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો...
New Update

દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. જેને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ તેમ, સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળતો હોય છે, ત્યારે વધતા અકસ્માતોને નિવારવા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 50 જેટલી એમ્બ્યુલન્સ વધારવામાં આવી છે. દર વર્ષે તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસના 10થી 12 હજાર કોલ મળે છે. ખાવા-પીવાના લીધે, દાઝવાના, શ્વાસમાં તકલીફના કેસો પણ આવી શકે છે. સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસો આવી શકે છે, જેને પહોચી વળવાની વ્યવસ્થાના ભાગરૂપે તૈયારી કરવામાં આવી છે. 108 ઈમરજન્સી સેવાના કોલ સેન્ટરમાં 250 કર્મચારીઓ શિફ્ટ મુજબ કામ કરતા હોય છે. શિફ્ટની વ્યવસ્થા પણ એવી રીતે જ કરવામાં આવે છે કે, લોકોને તકલીફ ન પડે. આ સિવાયની બીજી સેવાઓ માટે કોલ પણ લેવામાં આવે તેવું 108 ઈમરજન્સી સેવા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

#emergency services #Fire #BeyondJustNews #Connect Gujarat #Ahmedabad #108 emergency #Diwali Festival #accident #Gujarat #incidents
Here are a few more articles:
Read the Next Article