અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત, 15 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ...

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર સર્જાયો અકસ્માત

  • લકઝરી બસકાર અને ટ્રક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત

  • ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત15 લોકો ઈજાગ્રસ્ત થયા

  • તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

  • કણભા પોલીસે અકસ્માત મામલે આગળની તપાસ હાથ ધરી

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છેજ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારઅમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા નજીક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ અને કાર અથડાતા બન્નેના ચાલકો વાહનમાંથી નીચે ઉતરી સમાધાન રકઝક કરતા હતા. તે સમયે જ પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા જ પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા હતાજ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફસમગ્ર મામલે કણભા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Latest Stories