પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત
સખાવતનું બીજું નામ “પારસી” છે : CM ભુપેન્દ્ર પટેલ
CM’એ પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી
પારસી ટ્રસ્ટ દ્વારા પેઢી માટે નવી શિષ્યવૃત્તિની જાહેરાત
અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પારસી ધર્મગુરુઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પારસી ધર્મગુરુઓના સન્માન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ “સખાવતનું બીજું નામ “પારસી” છે, તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી હતી.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, પારસીઓના પૂર્વજોએ 1300 વર્ષ પહેલા ઈરાનથી ગુજરાતમાં આવીને આશરો નહોતો લીધો, પણ તેઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં આપેલા 'સ્વધર્મ'ના સંદેશને જીવનમાં ઉતાર્યો હતો. પારસી સમુદાયએ પોતાના ધર્મ અને સંસ્કારોને જાળવવાની સાથે ભારતીય સમાજ સાથે પણ તાદાત્મ્ય સાધ્યું છે.
આ અવસરે રાષ્ટ્રનિર્માણમાં પારસીઓના મહામૂલા યોગદાનનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં પારસી ટ્રસ્ટ દ્વારા આગામી પેઢીને ધાર્મિક શિક્ષણ મળે તે માટે નવી શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી હતી.