માહી ભટ્ટની નાસા સુધીની ગૌરવવંતી ઉડાન
સ્પેસ એજન્સીની જુનિયર સાયન્ટીસ્ટની પરીક્ષા કરી પાસ
NASAએ રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ પાઠવ્યું
વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ ફાળવવામાં આવ્યા
નાસાના હેડક્વાર્ટર ખાતે રોકેટ લોન્ચિંગની સાક્ષી બનશે
અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટે અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે. માહીએ વિવિધ સ્પેસ એજન્સીની જુનિયર સાયન્ટીસ્ટની પરીક્ષા પાસ કરી છે,તેથી અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા - NASAએ માહીને રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ પાઠવ્યું છે.
અમદાવાદના વસ્ત્રાલની શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી માહી ભટ્ટે ઈસરો (ISRO), નાસા (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની 50 નામાંકિત સંસ્થાઓની 'જુનિયર સાયન્ટિસ્ટ' પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હતી. નાસાના 'સ્ટેમ (STEM) એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને આ નિમંત્રણ મળ્યું છે.
માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે, ત્યારે ભારતની આ દીકરી ટૂંક સમયમાં અમેરિકામાં નાસાના હેડક્વાર્ટર ખાતે રોકેટ લોન્ચિંગની સાક્ષી બની ઇતિહાસ રચશે. અત્રે ઉલ્લેખનીય છે કે માહીએ સાબિત કર્યું છે કે જ્ઞાનની ભૂખ હોય તો આસપાસના પરિબળો અવરોધરૂપ બની શકે નહીં.