Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજયમાં 5,300 કરોડના વિકાસકામોનું લોકાર્પણ - ભુમિપુજન કરવામાં આવ્યું

વિજય રૂપાણીના શાસનને પાંચ વર્ષ પુર્ણ થયા, 7મી ઓગષ્ટના દિવસને વિકાસ દિવસ તરીકે ઉજવાયો.

X

ગુજરાતમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પુર્ણ કરતાં 7મી ઓગષ્ટના રોજ વિકાસ દિવસની ઉજવણી કરાઇ હતી. આ અવસરે રાજયમાં 5,300 કરોડ રૂપિયા ઉપરાંતના વિકાસકામોનું લોકાર્પણ તેમજ ભુમિપુજન કરાયું હતું.

ગુજરાતમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે.ત્યારે આજે ગાંધીનગર ખાતે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાં 5,300 કરોડના કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરવામાં આવ્યાં હતાં. મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

જયારે ગૃહમંત્રી અમિત શાહ અને વાહનવ્યવહાર મંત્રી નિતિન ગડકરી દીલ્હીથી વર્ચયુઅલ માધ્યમથી જોડાયાં હતાં. રાજયમાં ચાર નવા બ્રિજના લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં જયારે લાભાર્થીઓને આવાસ, પાઇપલાઇન યોજના સહિતના વિવિધ 5,300 કરોડ રૂપિયાના કામો લોકોને સમર્પિત કરાયાં હતાં. આ અવસરે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,અમારી સરકાર પણ રાજયની જનતાની સુખાકારી અને વિકાસ માટે પગલાં લઇ રહી છે.

Next Story